Explore

Search

December 27, 2025 9:52 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi update : વ્યારામાં ગ્લોબ બાયોકેર કંપનીનાં મેમ્બરશીપનું બોગસ સર્ટિફિકેટ આપી છેતરપિંડી કરનાર શખ્સ સામે ગુન્હો નોંધાયો

વ્યારામાં મુસા રોડ પર આવેલ જોષી હોસ્પિટલનાં સંચાલક ડોક્ટરને જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) તથા વેસ્ટ કચરો નિકાલ કરતી ગ્લોબ બાયોકેર કંપનીનાં મેમ્બરશીપનું બોગસ સર્ટિફિકેટ આપી છેતરપિંડી કરનાર વ્યારા માલીવાડનાં શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુરા ખાતે ફ્લાવરસીટી રેસિડેન્સીમાં રહેતા બીએચએમએસ ડોક્ટર બ્રિજેન્દ્ર ધર્મેન્દ્રભાઈ જોષી (ઉ.વ.૩૬)એ મુસા રોડ પર આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં જુલાઈ ૨૦૨૨થી ખાનગી જોષી હોસ્પિટલ શરૂ કરી છે. તેમજ હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટ કચરાનાં નિકાલ માટે જીપીસીબી દ્વારા ગ્લોબ બાયોકેર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી ડોક્ટર જોષીએ વેસ્ટ કચરાના નિકાલ માટે કોન્ટ્રાક્ટ કંપનીનો કોન્ટેક્ટ કર્યો હતો. તે વખતે કંપનીએ નિયુક્ત કરેલા તેજેશ કિશોરચંદ્ર વાનખેડે (રહે.૧૯૨, નવી પોસ્ટ ઓફિસ રોડ, માલીવાડ, વ્યારા)નો કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરે તેજશ વાનખેડેનો સંપર્ક કર્યો અને હોસ્પિટલમાં આવી તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ગ્લોબ બાયોકેર કંપનીનું મેમ્બરશીપનું સર્ટફિકેટ આપ્યું હતું અને મેમ્બરશીપ તથા જીપીસીબીની ફીના નામે રૂપિયા ૪૫,૦૦૦ રોકડા તેજશ વાનખેડે લઈ ગયો હતો અને કંપનીએ વેસ્ટ કચરો લેવાનું શરૂ કર્યું હતું.

પખવાડિયા બાદ જીપીસીબીનું સર્ટિફિકેટ લઈને તેજશ વાનખેડે આવ્યો હતો અને હોસ્પિટલના વેસ્ટ કચરાના નિકાલ માટે વાર્ષિક અંદાજિત રૂપિયા ૨૩,૪૦૦/- ચાર્જ જણાવ્યો હતો જે યુપીઆઈ આઈડીથી આપ્યા હતા. ડો.જોષીએ તેની પાસે કંપનીનો એકાઉન્ટ નંબર માંગતા તેણે કંપનીનું એકાઉન્ટ બંધ હોવાનું જણાવ્યું હતું. જેથી તેના બેંક ખાતામાં જ પૈસા જમા કરતા હતા. હાલમાં અમલી થયેલા ગુજરાત ક્લિનિકલ એક્ટ અંતર્ગત હોસ્પિટલના રજીસ્ટ્રેશનની પ્રોસિજર દરમિયાન જીપીસીબી અને ગ્લોબલ બાયોકેર કંપનીના સર્ટીફીકેટ ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરતા તેજશ વાનખેડે દ્વારા અપાયેલા બંને સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેજસ વાનખેડેએ ભરોસો રાખી નોકરી પર રાખનાર કંપનીને અંધારામાં રાખી બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હોવાથી કંપનીએ પણ તેને કાઢી મુક્યો હતો. છેતરપિંડી બદલ ડો.બ્રિજેન્દ્ર જોષીએ વ્યારા પોલીસ મથકે બનાવટી દસ્તાવેજો બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ આપી અને અન્ય હોસ્પિટલોને પણ બોગસ સર્ટિફિકેટ આપવાનું હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.જોકે આ મામલે તપાસ કરી રહેલી પોઈસના હાથે આરોપી ઝડપાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલનાં સળિયા ગણતા કરી દીધો હતો.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 5
Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245