સોનગઢ-ઉકાઈના ભુરીવેલ ગામની સીમમાંથી નહેરમાં તણાયેલા ભત્રીજાની લાશ મળ્યાના બીજા દિવસે કાકાની પણ લાશ મળી હતી. ઉકાઇ વર્કશોપ ખાટકીવાડના રહીશ સહેજાત સરફરાજ કુરેશી (ઉં.વ.૧૦), અરફાત સરફરાજભાઇ કુરેશી (ઉ.વ.૭)ને ગત્ તા.૪ ના રોજ મોટરસાયકલ ઉપર બેસાડીને તેમના કાકા સોહેબભાઈ સલીમભાઈ કુરેશી(ઉં.વ.૨૦) ભુરીવેલ ખાતે મદરેસામાં અભ્યાસ માટે મુકવા જઈ રહ્યા હતા,
તે દરમિયાન રસ્તામાં ઉકાઈ ડાબા કાંઠાની નહેર પાસે ભુરીવેલ ગામની સીમમાં આવેલા લોખંડના પુલની બાજુમાં ઉકાઈ ડાબા કાંઠા નહેર પર હાથ-પગ ધોવા માટે નીચે ઉતર્યા હતા,તે દરમિયાન અરફાત સરફરાજભાઈ(ઉં. વ.૭)નો પગ લપસી જતા જે નહેરના પાણીમાં તણાઈ ગયો હતો, ભત્રીજાને બચાવવા માટે કાકા સોહેબભાઈએ કેનાલમાં પડતું મુક્યું હતું. બંને તણાઈ ગયા હતા, જે પૈકી અરફાત કુરેશીની લાશ વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામમાં કેનાલમાંથી મળી હતી, જયારે ગુરુવારે કાકા સોહેબ કુરેશીની લાશ વ્યારા મીશનનાકા પાસે ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરના પાણીમાં ભાટપુર માઈનર કેનાલ પાસેથી મળી આવી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245