તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉચ્છલના સાકરદા બ્રીજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૮/૨૦૨૪નાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ તથા અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે,ઉચ્છલના સાકરદા બ્રીજ નીચેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી કોમલસિંગ દર્યાવસિંગ રાજપૂત (ઉ.વ.૩૧., હાલ રહે.ગ્રીનપાર્ક સોસાયટી, હલધરૂ રોડ, તા.કડોદરા, જિ.સુરત, મૂળ રહે.કરવંદ નાકા, હુકડો નવળમ ભીમા બિલ્ડિંગ, શિરપુર, જિ.ધુલિયા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 1
Users Last 30 days : 1156
Total Users : 13113