વ્યારાનાં ડોલારા ગામનાં દાદરી ફળીયામાં પોલીસે ઘાસનાં પૂળાનો ઢગલો નીચે સંતાડી રાખેલ ખાખી પૂંઠાનાં બોક્ષ તથા વિમલનાં થેલામાં તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં છૂટક ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાંડનો રૂપિયા ૧.૧૯ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જયારે દારૂનો જથ્થો પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ ૨૪/૧૨/૨૦૨૪નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલારા ગામના દાદરી ફળિયામાં રહેતો અમીત ઉર્ફે બોબી લાલાભાઈ ગામીતનાંએ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર પહોંચતા જ્યાં એક ઈસમ હાજર મળી આવતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, અમીત ઉર્ફે બોબી લાલાભાઈ ગામીત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘર તથા આજુબાજુમાં બેટરી તથા લાઈટનાં અજવાળામાં તપાસ કરતા ઘરની આગળ ઘાસનાં પૂળાનો ઢગલો નીચે સંતાડી રાખેલ ખાખી પૂંઠાનાં બોક્ષ તથા વિમલનાં થેલામાં તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં છૂટક ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાંડનો ઈંગ્લીશ દારૂની કુલ ૧,૩૪૦ નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા ૧,૧૯,૯૩૩/- હતો. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું આ દારૂનો જથ્થો ભીમસિંગભાઈ સરાધીયાભાઈ ગામીત (રહે.દોણ ગામ, સોનગઢ)નાંએ પૂરો પાડ્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનારને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404