ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અંતર્ગત સિનિયર સિટીઝન ક્લબ વ્યારામાં 15 દિવસીય યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુમાં નાગરિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી યોગશિબરમાં ભાગીદાર બન્યા હતા.
તાપી જિલ્લાના કોર્ડીનેટરે અને વ્યારાનાં યોગ કોચ દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ માટેના આસન, પ્રાણાયામ, એક્યુપ્રેશર, આહાર, દિનચર્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગિલોયનો આયુર્વેદિક કાઢવી આપવામાં આવ્યો હતો.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દરેક દર્દીઓનું શુગર ટેસ્ટ કરવામા આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરોનો સહયોગ રહ્યો હતો.
Latest News




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243