નિઝરનાં રાયગઢ ગામેથી વગર પાસ પરમિટે ચોરી છુપીથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ તારીખ ૨૫/૧૨/૨૦૨૪નાં રોજ રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાયગઢ ગામે એક ઈસમ પોતાના ઘરે ચોરી છુપીથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી ત્યાંથી એક ઈસમને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેને પોતાનું નામ નીતેશ ગિરધરભાઈ વસાવે (રહે.રાયગઢ ગામ, નિઝર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતા ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ત્રણ અલગ અલગ પ્લાસ્ટિકનાં મીણીયા થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ ૯૨ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭,૩૫૦/- હતી. બનાવ અંગે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404