સોનગઢનાં હાથી ફળિયામાં બે જણા વચ્ચે મારામારી થતી હોય જેથી સમજાવવા પડેલ શખ્સ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવતા તેણે ત્રણ ટાંકા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં દુમદા ગામનાં પટેલ ફળિયામાં રહેતા નરેશભાઈ કિશનભાઈ ગામીત ગત તારીખ ૧૧/૧૧/૨૦૨૪નાં રોજ સોનગઢનાં હાથી ફળિયામાં રહેતા તેના મિત્ર વિક્કીભાઈને ઉછીનાં પૈસા આપવા માટે હાથી ફળિયામાં HP ગેસ એજન્સી પાસે ગયા હતા. તે સમયે ત્યાં આગળ મુકેશભાઈ સોની અને અજય ઉર્ફે ટાપર ટીંચુભાઈ વસાવા નાંઓની વચ્ચે સામસામે બોલાચાલી થતી હોય જેથી નરેશભાઈએ તે બંને જણાને વચ્ચે પડી સમજાવવા ગયા હતા તે દરમિયાન અજય ઉર્ફે ટાપર ટીંચુભાઈ વસાવા નાઓના હાથમાં રહેલ એક ચપ્પુ વડે અચાનક નરેશભાઈની ડાબી બાજુની છાતીની પાસળીનાં ભાગે મારી દઈ ઈજા પહોંચાડતા નરેશભાઈને રેફરલ હોસ્પિટલ સોનગઢ ખાતે સારવાર આપવામાં આવી હતી. બનાવ નાગે ઈજાપામનાર પત્ની બિંદુબેનની ફરિયાદનાં આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243