સોનગઢના માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે, ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વાત જાણે એમ છે, શુકવાર નારોજ એટલે કે, તા.૨૧-૩-૨૦૨૫ ના સવારે ૯ વાગ્યાના અરસામાં પૂર્વ સાંસદ અમરસિંહભાઈ ચૌધરી, સોનગઢના આગેવાનો અને કેટલાક લોકો ટોલનાકા પર ભેગા થયા હતા. આ લોકોએ ટોલનાકા પરથી સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ આપવા માંગ કરી હતી.
જોકે આ દરમિયાન ટોલ પ્લાઝાના અધિકારીએ તેમને સત્તા નથી, ટોલ મુક્તિ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું. ભેગા થયેલા આગેવાનો અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, આખરે આગેવાનોએ આગામી તા.૨૬-૩-૨૦૨૫ સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જો ટોલ મુક્તિની માંગ નહીં સ્વીકારાય તો આગામી તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રેઉલ્લેખ્નીય છેકે, આ ટોલનાકું શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે, માંડળ ગામનું ટોલ નાકા પર સ્થાનિકો વાહનચાલકોને ટોલ ટેક્ષ માંથી મુક્તિ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે, તાપી જિલ્લાના રાજકારણમાં રચ્યા પચ્યા રહેતા તમામ મોટા નેતાઓ તેમજ ટ્રાન્સપોર્ટરોએ આ મામલે જોરદાર રજૂઆત કરી ચુક્યા છે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248