વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ જોયેલા એક સ્વપ્નને આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબોને વિકાસની મુખ્યધારામાં લાવવાનું એ મિશન સાકાર થઈ રહ્યું છે ત્યારે આજ રોજ વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા માંથી પાવર ટ્રેલરની ખરીદી માટે ૬૦ હજારની સહાય મેળવવી પંચોલ ગામના સુરેશભાઈ ચૌધરી રાજ્ય સરકાર અને બાગાયત વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, ખેતીકામ માટે મને પાવર ટ્રેલરની જરુર હતી જેની ખરીદી માટે મને રાજ્ય સરકારે રૂ. ૬૦ હજારની સહાય ચૂકવી છે. પાવર ટ્રેલરના ઉપયોગથી મને ખેતી કરવામાં સરળતા થશે.
વધુમાં સુરેશભાઇ જણાવે છે કે, આ સહાયની અરજી પ્રક્રિયા કરવામાં અને યોજના વિશે જાણકારી આપવામાં નાયબ બાગાયત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ખુબ જ સાથ સહકાર આપ્યો છે. જેથી ગરીબ કલ્યાણ મેળામાંથી મને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે તે બદલ હું બાગાયત કચેરી તાપી અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનું છું




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411