મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર જિલ્લાનાં તળોદા તાલુકાનાં મીરા કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય યુવક જયેશ મધુકર મરાઠે ગત તારીખ ૧૩/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર એમએચ/૩૯/એએલ/૩૦૦૯ને નિઝર વાંકા ચાર રસ્તા પાસ કરી થોડા આગળ જતા નાયરા પેટ્રોલ પંપ પાસ કરી નાયરા પેટ્રોલ પંપની પણ થોડે આગળ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને રોડની કિનારાથી નીચે ઉતારી દેતાં સ્લીપ ખવડાવી હતી.

રોડની બાજુમાં આવેલ પાણી ભરાયેલ નાળામાં પાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક જયેશ નાળામાં પડી જતાં અને શરીરે નાની-મોટી ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલ મનોજ મધુકર ચૌધરી (રહે.તળોદા ગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને પણ શરીરે ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મનોજ ચૌધરી નાંએ તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નિઝર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412