નિઝરનાં બોરદા ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બાઈક રોડ નીચે ઉતારી દેતાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, નિઝરનાં લક્ષ્મીખેડા ગામનાં ભાથીજી મહારાજ મંદિર પાસે રહેતા વિશાલભાઈ જર્મનસીંગ વસાવે ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક જીજે/૨૬/એ/૬૯૯૮ને લઈ બોરદા ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ ઉપરથી પસાર થતાં હતા તે સમયે પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની બાઈક પરનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં બાઈક રોડ નીચે ઉતારી દેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક વિશાલભાઈને કપાળનાં ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અનીતાબેન વસાવેએ તારીખ ૨૬/૦૯/૨૦૨૪નાં રોજ નિઝર પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412