
કુકરમુંડા તાલુકાના આષ્ટા ગામના પ્લોટ ફળિયામાં રહેતા ગુંજનબેન અવિનાશભાઈ પાડવી (આશરે ઉં. વ.૧૦) મંગળવારના રોજ સાંજના અરસામાં પોતાના ઘરના આંગણામાં ઊભી હતી તે દરમિયાન અચાનક શિકારની શોધમાં ફરતા દીપડાએ બાળા ઉપર હુમલો કર્યો હતો.
બાળાએ દીપડાનો પ્રતિકાર કરવા સાથે બૂમાબૂમ કરી મૂકતા દીપડો બાળાને ઉપાડીને લઈ જઈ શક્યો ન હતો. બાળાની ચીસ સાંભળી પરિવારજનો તેમજ ફળિયાના લોકો દંડો લઈ દોડી આવી દીપડાનો પ્રતિકાર કરતા તેમજ બુમાબુમ કરી મૂકતા બાળાને છોડીને દીપડો ભાગ્યો હતો. દીપડાની ચુંગાલમાંથી બચેલી બાળાને શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. દીપડાએ ગળા, મોં, ખભા, હાથ તેમજ શરીરના જુદાજુદા ભાગોમાં પંજાથી ગંભીર ઈજા પહોંચાડી હતી, ગંભીર રીતે ઘવાયેલી બાળાને ખાનગી વાહન મારફતે તાત્કાલિક કુકરમુંડા સી.એચ.સી. ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. દીપડાએ હુમલો કર્યાની જાણ થતા વન કર્મીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તાત્કાલિક પાંજરાની ગોઠવણ કરી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245