Explore

Search

January 1, 2026 12:30 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી 181 મહિલા ટીમે વહુ અને સસરા વચ્ચેનાં ઝઘડાનું સમાધાન કરાવ્યું

સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામમાંથી તારીખ ૨૭/૦૯/૨૦૨નાં રોજ 181 હેલ્પલાઇન પર પીડિત મહિલા દ્વારા ફોન કરી જણાવવામાં આવેલ કે, તેમના સસરા રોજ તેમની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપે છે જેથી સમજાવવા માટે મદદની જરૂર છે તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પ લાઈન ટીમ જણાવેલ સરનામે પહોંચી જઈ મહિલાની સમસ્યા વિશે વિગતે જાણકરી મેળવતા જાણવા મળેલ કે પીડીતાનું હાલ સાત વર્ષનો એક દીકરો છે ઘરમાં એકનું એક બાળક હોવાથી એ સાસુ સસરાને લાડકું છે,

જેના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થાય છે નાનું બાળક હોવાથી વારંવાર જીદ કરે છે અને કોઈ પણ વાત સમજતું નથી મોબાઇલમાં જોયા કરે છે મોબાઈલ ના આપે તો ચીજ વસ્તુઓ ને નુકસાન કરેલ છે અને ભણવામાં ધ્યાન આપતું નથી જેથી પીડીતા તેને સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને ઊંચા અવાજે બોલે છે તેમજ ક્યારેક નાનુ બાળક ના સમજતા તેને શિક્ષા આપે છે તો પીડિતાના સસરાને ગમતું નથી અને તે પીડિતા સાથે ઝઘડો કરે છે ગાળાગાળ કરે છે અને રોજ કોઈને કોઈ બાબતે બોલીને સસરા પીડિતા ને માનસિક ત્રાસ આપે છે,આમ તમામ હતી હકીકત જાણી સમા પક્ષ પાસેથી પણ તમામ હકીકત જાણીએ બંને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કરી બંને પક્ષને બાળક નાનું છે અને તેને વ્યવસ્થિત સંસ્કાર આપવા તેમજ અભ્યાસમાં  ધ્યાન આપે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ માતા પિતા અને વડીલો દ્વારા કરાવવી જેથી મોબાઈલ નો ઉપયોગ  ઓછો કરે અલગ અલગ રમતો રમાડવી તેમજ ઘરમાં એકબીજા સાથે ઝઘડા ન કરવા  જે વિશે સમજ આપી બંને પક્ષે સમજાવી સ્થળ પર સમાધાન કરેલ છે અને જરૂર જણાય તો ફરી 181 હેલ્પલાઇન પર ફોન કરવા માર્ગદર્શન આપેલ છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 1 1
Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411