Explore

Search

June 17, 2026 10:50 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Tapi : બાઈકની ડીકીમાંથી દારૂનો જથ્થો મળ્યો,બાઈક ચાલક ફરાર

સોનગઢના રાણીઆંબા ગામની સીમમાં આવેલ જાહેર રોડ ઉપરથી બાઈકની ડીકીમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૫/૦૮/૨૦૨૪ના સાંજના સમયે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાઈક નંબર જીજે/૧૯/એકે/૬૯૨૯નો ચાલક પોતાની બાઈક ઉપર પ્રોહી. મુદ્દામાલ લઈ રામપુર કોઠાર તરફથી રાણીઆંબા તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો રાણીઆંબા ગામની સીમમાં આવેલ રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક આવતાં જોઈ પોલીસે બાઈક ચાલકને ઉભો રાખવાનો ઈશારો કરવા છતાં બાઈક ચાલક ઉભો નહિ રહેતા અને પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે બાઈકના ડીકીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટની દેશી દારૂની  સુંગધી સંતરા દારૂની ૨૨ નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે દેશી દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા ૨૧,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 3 6 8
Users Today : 0
Users Last 30 days : 120
Total Users : 14368