સુરત શહેરના ભેસ્તાનનો યુવકનું મુંબઈથી સુરત જઈ રહેલી માલગાડી અડફેટે ચઢતા મોત નીપજ્યું હતું. યુવક રેલવે પાટા પર બેસીને મોબાઈલમાં ગેમ રમતો હતો. દરમિયાન અકસ્માત સર્જાતા મોતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ઉમ્મીદનગરમાં રેલવે ફાટક પાસે રહેતા ૨૧ વર્ષીય અશફાક મોહસીન પઠાણ મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેને અન્ય ચાર બહેન અને એક ભાઈ છે.
અશફાક શુક્રવારે રાત્રે ઘરની બહાર રેલવે પટરી પર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. યુવક મોબાઇલમાં એટલી હદે વ્યસ્ત હતો કે નજીક આવી ગયેલી ટ્રેનનો અવાજ પણ સંભળાયો ન હતો. આ દરમિયાન મુંબઈથી સુરત જઈ રહેલી માલગાડી અડફેટે આવી ગયો હતો. જેની જાણ પરિવારજનોને થતા સારવાર માટે ૧૦૮ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વધુ તપાસ ભેસ્તાન પોલીસ કરી રહી છે.




Users Today : 93
Users Last 30 days : 867
Total Users : 11345