Explore

Search

April 2, 2026 3:46 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

તાપી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ

તાપી જિલ્લામાં ઈંધણ અને રાંધણગેસની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના જથ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા સ્ટોકનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.પુરવઠાનું સંતુલન જાળવી રાખવા માટે ગ્રાહકો દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીએ સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને નાગરિકોને પાઈપ નેચરલ ગેસ (PNG) અપનાવવા અપીલ કરી છે.ખાસ કરીને હોસ્પિટલો, હોસ્ટેલો, સામાજિક સંસ્થાઓ અને મધ્યાહન ભોજન કેન્દ્રોમાં પીએનજી કનેક્શનને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. અનાવશ્યક સ્ટોકિંગ કે કાળાબજાર કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા પુરવઠા વિભાગને આદેશ અપાયા છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક જશુભાઈ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી સાગર મોવાલિયા તેમજ વિવિધ ઓઇલ અને ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચાડવા તાકીદ કરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 4 9
Users Today : 5
Users Last 30 days : 406
Total Users : 13749