ડોલવણ તાલુકાનાં ઉમરવાવ નજીક ગામનાં નિશાળ ફળિયામાં આવેલ ગૌચરની ખુલ્લી જગ્યામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વ્રુક્ષા રોપણ કરી પાંચ વર્ષ સાચવણી કરી ગ્રામ પંચાયત ઉમરવાવ નજીકને હસ્તક આપેલ ઈમારતી સાગનાં ઝાડોની દાંડી ૪૨ જેટલી કાપીને ચોરી કરી લઈ ગયેલ હોય જે એક સાગનાં ઝાડની દાંડી જેની કિંમત રૂપિયા ૩૦૦ આમ કુલ ૪૨ સાગની દાંડી મળી કુલ રૂપિયા ૧૨,૬૦૦/-નો મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે ગામનાં સરપંચે તારીખ ૧૯/૦૯/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ મથકે લાકડા ચોરી કરનાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411