તાપી જિલ્લાનાં નિઝર તાલુકાનાં અશ્રાવા ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલએ આઇસર ટેમ્પામાં લઇ જવાતા રૂપિયા ૨૭ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આરોપીની અટક કરી આઠ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકામાં પેટ્રોલીંગમાં નીકળેલ સ્ટેટ મોનિટરીંગ સેલએ તળોદાથી અંકલેશ્વર તરફ જતા હાઇવે રોડ ઉપર અશ્રાવા ગામની સીમમાં શિવ મેડીકલ એન્ડ જનરલ સ્ટોરની સામે આયસર ટેમ્પાને અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયરની ટીન મળી કુલ ૪૦૪ બોક્ષ જેમાં ગણી જોતા તેમાંથી ૧૧,૦૧૬ બોટલો જેની કિંમત રૂપિયા ૨૭,૦૨,૯૬૪/-નો મુદ્દામાલ કબ્જે હતો. જયારે ઝડપાયેલ ટેમ્પા ચાલક સુરેશકુમાર લાલચન્દ્ર યાદવ (ઉ.વ.૪૦., મુળ રહે.હરીપુર, ઘુરહુપુર, તા.કેરાકત,જોધપુર)ની અંગઝડતી દરમિયાન મળેલ રૂપિયા ૧૮,૬૦૦/-, મોબાઈલ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા ૪૨,૨૬,૫૬૪/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આમ, દારૂનો જથ્થો ભરી આપનાર ચારૂ (રહે.દમણ), વારંવાર ફોન કરી લોકેશન મેળવનાર બાબુ તથા મહાબલી, દારૂ ભરાવનાર સાથે સંપર્ક કરાવનાર બબલુ (રહે.બાદશાપુર, યુપી), આયસર ટેમ્પાનો અન્ય એક ચાલક, દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો, ટેમ્પાનો માલિક મહેશકુમાર સુભાષચંદ્ર અગ્રવાલ (રહે. ભોરામાલી નીશાળ ફળીયું,સાગબારા)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે ઝડપાયેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250