સોનગઢનાં ચીમકુવા ગામેથી ટોકરવા તરફ આવતાં રોડ ઉપરથી મોપેડ બાઈક ઉપર દેશી દારૂ લઈ આવતી મોટા બંધારપાડા ગામની મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૨/૦૯/૨૦૨૪નાં રોજ પ્રોહી. વોચ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મહિલા એકટીવા મોપેડ બાઈક ઉપર દેશી દારૂનો જથ્થો લઈ નવાપુરથી નીકળી મોટા બંધારપાડા ગામ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ચીમકુવા ગામેથી ટોકરવા તરફ આવતા રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે સમયે બાતમીવાળી મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એમ/૪૭૯૦ને આવતા જોઈ પોલીસે બાઈકને આવતા જોઈ ઉભી રખાવી હતી. ત્યારબાદ બાઈક ચાલક મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ધનુબેન રમેશભાઈ ગામીત (રહે.મોટા બંધરપાડા ગામ, બોરડી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ મહિલા પાસેની કાપડની થેલીમાં તપાસ હાથ ધરતા તેમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો દેશી દારૂની કુલ નંગ ૪૮ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે મોપેડ બાઈક, દેશી દારૂની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૩,૩૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411