વાપીના સલવાવ ગામે નાયકવાડ, બાપા સીતારામ મંદિર પાસે રહેતા પ્રદીપકુમાર પ્રભુભાઈ નાયકના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના સહિત ૧,૭૨,૦૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. ડુંગરા પોલીસ મથકે પ્રદીપભાઈ નાયકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. ૨૮-૦૨-૨૦૨૫ના રોજ તેમની પત્ની નિકિતાબેન તથા પિતાજી પ્રભુભાઈ નાયક તથા માતા ગીતાબેન તથા ભાઈ ચંદ્રકાંતભાઈ રાત્રીના નવેક વાગ્યે જમી પરવારીને સુઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે વહેલી સવારે આશરે ચારેક વાગ્યે નિકિતાબેન વોશરૂમ જવા માટે જાગ્યા હતા, ત્યારે રૂમમાં બેડની બાજુમાં રાખેલા લાકડાનો કબાટ ખુલ્લો હતો અને કબાટમાં રાખેલા કપડાનો તથા અન્ય સરસામાન તથા જવેલરીના બોક્સો વેરવિખેર હાલતમાં હતા.
આ જોઈને તેમણે બૂમો પાડતા પરિવારના સભ્યો પણ ઉઠી ગયા હતા. જે બાદ સૌએ તપાસ કરી તો સોનાની વીંટી નંગ-૦૬, કાનમાં સોનાની એક જોડ અને કડી નંગ-૦૩,, સોનાની અને ચાંદીની ચેઈન, ચાંદીના બે બ્રેસલેટ, ચાર નંગ બંગડી, ચાંદીની ત્રણ ચેઈન તથા નાના નંગ સાકળા મળી કુલ રૂ. ૧,૪૨,૦૦૦ના દાગીના તથા રોકડા ૩૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૭૨,૦૦૦ની મતા ચોરાઈ ગયાનું જણાયું હતુ. ડુંગરા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250