મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. તેમને અચાનક તકલીફ ઊભી થતા તપાસ માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે પીઠ અને ગર્દનમાં દર્દની ફરિયાદ કરી હતી. તેથી તેમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમની સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે પણ મોજૂદ હતા. અહીં ડૉક્ટરોની ટીમ તેમની દેખભાળ કરી રહી છે.હૃદયની કોરોનરી ધમનીઓમાં અવરોધ આવ્યો હતો. ત્યાર બાદ તેમને એચ એન રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. એમ જાણવા મળ્યું છે કે હવે થોડો સમય તેમણે હૉસ્પિટલમાં જ રહેવું પડશે. તેમને મંગળવારે સાંજે કે બુધવારે હૉસ્પિટમાંથી રજા આપવામાં આવશે.
તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.નોંધનીય છે કે તેમને 2014માં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પહેલા પણ વર્ષ 2014માં ઉદ્ધવ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ તેમના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાંથી બ્લોકેજ દૂર કરવા માટે 8 સ્ટેન્ટ નાખ્યા હતા.




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410