Explore

Search

December 27, 2025 8:24 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

હેલ્મેટ નહીં પહેરનાર માટે રૂપિયા 2 હજારનો દંડ : હવેથી દરેક ટુ વ્હીલરની ખરીદી સાથે બે ISI હેલ્મેટ આપવાની રહેશે

દેશમાં માર્ગ સુરક્ષાને મજબૂત કરવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરેક ટુ વ્હીલરની ખરીદી સાથે બે ISI હેલ્મેટ આપવાની રહેશે. નવી દિલ્હી ખાતે ઓટો સમિટમાં તેમણે આ જાહેરાત કરી હતી.

ટૂ વ્હીલર અને હેલ્મેટ ઉત્પાદકોએ આ નિર્ણયને આવકાર્યો છે. ઓટો ઉદ્યોગ માટે આ મહત્વનો નિર્ણય છે જે બિનજરૂરી અકસ્માતો અને મૃત્યુને રોકવામાં મદદરૂપ પૂરવાર થશે. ટૂ વ્હીલર હેલ્મેટ ઉત્પાદક એસોસીએશન (THMA) દ્વારા ઘણા લાંબા સમયથી ISI સર્ટિફાઈડ હેલ્મેટ ફરજિયાત બનાવવા માંગણી કરાઈ હતી. ભારતમાં માર્ગ અકસ્માતો અને તેનાંથી થતા મૃત્યનાં આંકડા ચિંતાજનક છે.દર વર્ષે 4,80,000થી વધારે અકસ્માતો થાય છે અને 1,88,000થી વધુનાં મોત થાય છે. જેમાં 66 ટકાથી વધુ મૃતકો 18થી 45 વર્ષની ઉંમરનાં હોય છે. ખાસ કરીને બે પૈડાવાળા વાહનોથી થતા અકસ્માતોમાં દર વર્ષે 69,000થી વધારે લોકોનાં મૃત્યુ થાય છે. 50 ટકાથી વધારે મોત હેલમેટ નહીં પહેરવાથી થાય છે.

હેલ્મેટ ઉત્પાદકોએનાં અધ્યક્ષ રાજીવ કપૂરે કહ્યું કે આ એક નિયમ નથી પણ દેશ માટે આવશ્યકતા છે. જેમનાં મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે તેનાં પરિવાર માટે આ નિર્ણય આશાનું કિરણ છે. હવે આવી આફતોને રોકી શકાશે. બે પૈડાંવાળા વાહનો પરની મુસાફરી હવે જોખમી નહીં બને. પાછળ બેસનાર પર હેલ્મેટ પહેરશે તેથી તેઓ પણ સુરક્ષિત રહેશે. હેલ્મેટ ઉત્પાદકો દ્વારા સારી ગુણવત્તાની હેલ્મેટનું ઉત્પાદન કરાશે.સરકાર દ્વારા હવે નવા નિયમ મુજબ હેલ્મેટ નહીં પહેરનાર પાસેથી રૂપિયા 2000નો દંડ વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરખી રીતે હેલ્મેટ નહીં પહેરનાર પાસેથી રૂપિયા 1000નો દંડ લેવામાં આવશે. હેલ્મેટની પટ્ટીને પણ વાહનચાલકે ટાઈટ પહેરવાની રહેશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243