નિઝરમાં રામજી મંદિરની સામે મુકેલ ઈંટોમાંથી ઈંટ સામે ઘરની મહિલાને ત્યાં નળ ફીટીંગની કામગીરી માટે આવેલ શખ્સો લઇ જતા ઝઘડો થયો હતો. મળતી માહિતી મુજબ, નિઝરનાં પ્રવીણાબેન સંજયભાઈ શાસ્ત્રી (ઉ.વ.૫૨)એ પોલીસ મથકે ફરીયાદ કરતા જણાવ્યું છે કે, શનિવારે ઘરમાં ઇલેકટ્રીક તથા નળની પાઈપલાઈ નના કામ માટે પ્લમ્બર તથા ઈલેકટ્રીશીયન ઘરે આવ્યા હતા. જેઓએ ભુલથી ઘરની સામે મંદિર પાસે મુકેલ ઈંટોમાંથી ઇંટ લઇ લીધી હતી. જે બાબતે પ્રવીણાબેનને ગામના જ યુવરાજભાઈ બાબુભાઈ પટેલએ ઇંટ લેવા બાબતે ઝઘડો કર્યો હતો.
યુવરાજભાઈ તથા અન્યો મહિલાને કહેતા હતા કે ‘રામમંદિરને તાળું કેમ મારો છો અને હવે પછી રામમંદિરને તાળું મારશો તો તમોને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી તથા મહિલાઓએ પ્રવીણાબેન સાથે ઝપાઝપી કરી ઢીક્કમુક્કીનો માર મારી તથા પ્રવીણાબેન અને તેમના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પ્રવીણાબેન શાસ્ત્રીએ યુવરાજભાઈ બાબુભાઈ પટેલ, શોભાબેન બીજલાલ પટેલ, મીનાબેન રાજારામભાઈ, રાજારામ દગડુભાઈ, અજય રાજારામ, શ્રીપતભાઈ દામુભાઈ, પુષ્પાબેન શ્રીપતભાઈ, વંદનાબેન કાંતીલાલભાઈ, ભારતીબેન અવિનાશભાઈ સામે કરી છે. જયારે સામાપક્ષે યુવરાજભાઈ બાબુભાઈ પટેલએ પણ ફરીયાદ કરી હતી.
જેમાં જણાવ્યું છે કે, અગાઉ ભાગવત સપ્તાહ માટે ઇંટો લાવેલ હતા, જે ઇંટો રામજી મંદિરની સામે મુકેલ હતી. તે ઇંટોમાંથી એક અજાણ્યો છોકરો ઇંટ ઉંચકીને સંજયભાઈના ઘરે લઇ જતો હતો, નળ રીપેરીંગનું કામ ચાલતું હોય જેમાં ઇંટ લઇ જતા હોવાથી આ મુદ્દે અજાણ્યા છોકરાને યુવરાજભાઈએ કહેલ કે આ ઈંટ અમારા ભાગવત સપ્તાહની છે તેમ કહેતા સંજયભાઈની પત્નિએ આવીને અજાણ્યા છોકરાને જણાવેલ કે યે ઇંટ ઉસકે મુંહ પે મારો કહેતા ઝઘડો થયો હતો.
દરમિયાન આજુબાજુમાંથી મહિલાઓ પણ સમજાવવા આવી હતી. પરંતુ સંજયભાઇ શાસ્ત્રીની પત્નિને સમજાવતા તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી. સંજયભાઈ શાસ્ત્રીએ પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી સંજયભાઈ મુકુંદભાઈ શાસ્ત્રીએ નિઝર પોલીસ મથકે ફરીયાદ આપી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243