ડોલવણના પંચોલ ગામની યુવતીને અજાણ્યા ફોન પરથી ફોન આવતાં વાતચીત કરી વિશ્વાસમાં લઈ યુવતી અને તેના ભાઈના બેંક ખાતામાંથી ગૂગલ પે દ્રારા રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઇન ફ્રોડ થયાનો બનાવ ડોલવણ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ડોલવણના પંચોલ ગામના ઢોંગીઆંબા ફળિયામાં રહેતી જીગ્નેશાકુમારી રાજેશભાઈ પટેલ (ઉ.વ.૨૫)ના મોબાઈલ ફોન ઉપર ગત તારીખ ૦૩-૦૨-૨૦૨૫ નારોજ એક ફોન આવ્હ્યો હતો અને સામે વાળાએ કહ્યું કે, ‘હું LIC કંપનીમાંથી બોલુ છું તમે LICમાં પૈસા ભરો છો તેના પૈસા ૧૩,૦૦૦/-રૂપિયા જમા થયા છે’ તેવી વાત કરી જીગ્નેશાકુમારીને વિશ્વાસમાં લઈ મોબાઇલ ફોન પર વાતચીત કરી વોટ્સએપથી સ્કીન શોટ મોકલાવી જીગ્નેશાકુમારીના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂપિયા ૧૨,૦૦૦/- અને તેનો ભાઈ હિરલભાઈના એસ.બી.આઈ એકાઉન્ટમાંથી રૂપિયા ૧૫,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૨૭,૦૦૦/- ગૂગલ પે દ્રારા ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઇન ફ્રોડ કર્યો હતો. બનાવ અંગે જીગ્નેશાકુમારી પટેલએ અજાણ્યા નંબરથી ફોન કરી ઓનલાઇન ફ્રોડ કરનાર વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401