નિઝર : નિઝરનાં નિઝર-ઉચ્છલ રોડ ઉપર નિઝર એ.પી.એમ.સી. માર્કેટ ત્રણ રસ્તાનાં વળાંક પાસે સુમુલનાં દુધના ટેન્કરે બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર બે યુવક પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઈજા થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં કોઠલી ગામના ટાંકી પળીયાનાં રહીશ પરશુરામભાઈ સુરેશભાઈ પાડવી (ઉ.વ.૧૯) તેમના મામાનો છોકરો ગોપાલભાઈ રમણભાઈ પાડવી સાથે નિઝર બેંકનાં કામ અર્થે બાઈક નંબર જીજે/૦૫/જીએસ/૦૬૭૨ લઈને ગત તારીખ ૨૧/૧૨/૨૦૨૪નાં રોજ આવી રહ્યા હતા. તે દરમિયાન મુબારકપુર ફાટા પાસ કરી નિઝર-ઉચ્છલ જતા સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતા નિઝર ગામની સીમમાં એ.પી.એમ.સી. માર્કેટ ત્રણ રસ્તાના વળાંક પાસે અચાનક સામેથી પુરઝડપે આવેલ સુમુલ દૂધનાં ટેન્કર નંબર જીજે/૨૧/વી/૮૮૩૫એ બાઈકને અડફેટમાં લેતાં ગોઝારો અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકનો રોડની ડાબી સાઇડે ફેંકાઈ ગયા હતા, જેમાં ગોપાલભાઈ રમણભાઈ પાડવીને માથાના ભાગે ગંભીર ઇજા થતા જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પરશુરામભાઈને જમણા હાથની કોણી પાસે જમણા પગના ઘૂંટણ, આંગળીઓમાં ઈજાઓ થતા સારવાર માટે નિઝર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે સુમુલ દૂધના ટેન્કર ચાલક સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ પતાસ હાથ ધરી હતી.




Users Today : 30
Users Last 30 days : 782
Total Users : 11250