Explore

Search

February 14, 2026 8:49 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

કુકરમુંડાથી વરલી મટકાના આંક પર જુગાર રમાડનાર એક ઝડપાયો

કુકરમુંડાનાં આશ્રવા ગામથી કુકરમુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેર રોડ ઉપર જાહેર જુગાર રમાડતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, કુકરમુંડા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૧/૧૨/૨૦૨૪નાં રોજ આઉટ પોસ્ટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર /અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે સમયે આશ્રવા ગામથી કુકરમુંડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેર રોડ ઉપર આવતાં એક ઈસમ ખુલ્લી જગ્યામાં કઈક કાગળમાં લખતો નજરે પડ્યો હતો જેથી તે ઈસમને પકડી તેની પૂછપરચ કરતા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમાડતો હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, ગોપાલ વિજયભાઈ મોરે (રહે.સદગવાણ ગામ, નિશાળ ફળિયું, કુકરમુંડા) જણાવ્યું હતું. તેમજ વધુ પૂછ પરચ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યનાં તલોદાનાં આસિફ નામનો ઈસમ જમા થયેલ આંકડાઓના પૈસા આપતો હોય તેણે આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો સહીત જુદા-જુદા દરની ચલણી નોટોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસે કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 1 1 0
Users Today : 4
Users Last 30 days : 1153
Total Users : 13110