તાપી જિલ્લામાં મંગળવાર નારોજ સાતમા દિવસે જુદાજુદા વિસ્તારોમાંથી ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે નદી, કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં સાત દિવસ સુધી વિધ્નહર્તાની ઉપાસના કર્યા બાદ ભાવિકભક્તોએ ભવ્ય વિસર્જનયાત્રા કાઢી હતી. નાચગાન, અબીલ ગુલાલ સાથે ગણેશજીની પ્રતિમાને ભક્તિભાવ સાથે વિદાય અપાઇ હતી. વ્યારાની મિંઢોળા નદી, કૃત્રિમ તળાવ તથા ડોલારા ગામે નદી તથા સોનગઢ, ડોલવણ, વ્યારા, નિઝર, કુકરમુંડા તાલુકાના ગામોમાં કોતરો, નદીઓમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભીની આંખે આવતા વર્ષે જલ્દી આવજો ના નાદ સાથે વિદાય આપી હતી.
Latest News
સાતમા દિવસે : તાપી જિલ્લામાં ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243