Explore

Search

December 30, 2025 8:40 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

અજાણી મહિલા સાથેના ન્યૂડ ફોટા મોકલાવી પૈસાની માંગણી કરાઈ, ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ દાખલ

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ફાયરમેન તરીકે ફરજ બજાવતા યુવક સાથે તેના અજાણી મહિલા સાથેના ન્યૂડ ફોટા મોકલાવી પૈસાની માંગણી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે હાલ સોનગઢ- ઉકાઈની જીએસઈસીએલ કોલોનીમાં રહેતો વિપુલ વસાવા ગત તા.30-01-2025 ના રોજ પોતાના રૂમમાં હતા. ત્યારે સવારે તેના મોબાઈલ નંબરના પર પહેલા રૂા.3600/- અને ત્યારબાદ રૂા.1322/- નું પેમેન્ટ કરવા માટે હેલ્લો તથા ગુડ મોર્નિંગ સાથેનો મેસેજ + 923421698957 નંબર પરથી આવ્યો હતો. ત્યારબાદ વિપુલ વસાવાના સરનામા, તેનો ફોટો પાનકાર્ડ, આધારકાર્ડ તથા મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટ સાથેનો મેસેજ પણ આવ્યો હતો. પૈસા તાત્કાલિક ઓનલાઈન મોકલો નહીં તો તમારા પરિવારનો સંપર્ક કરીશું તેવુ વ્હોટસએપના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ સામેથી અજાણી મહિલા અને પુરુષના નગ્ન ફોટા મોકલાવી તારા આવા નગ્ન ફોટા 10 મિનિટમાં વાયરલ કરીશું તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી તે જ દિવસે બપોરે ફાયરમેનના કોઈ અજાણી મહિલા સાથેના મોર્ફ કરેલા નગ્ન ફોટા મોકલવામાં આવ્યા હતા. તેથી વિપુલ વસાવાએ તે દિવસે સાઈબર ક્રાઈમની વેબસાઈટ પર ઓનલાઈન ફરિયાદ કરી હતી.તે બનાવ અંગે પાછળથી ઉકાઈ પોલીસ મથકે નગ્ન ફોટા મોકલી પૈસાની માંગણી કરનાર અજાણ્યા ઇસમ સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 4 0 1
Users Today : 1
Users Last 30 days : 905
Total Users : 11401