નિઝર તાલુકાના ખનોરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં નિઝર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી સોના-ચાંદીના ઘરેણા સહિત ૧૦૦% મુદ્દામાલ રિકવર કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તાપુકાના ખનોરા ગામે રહેતા ફરિયાદીના બંધ રહેણાંક મકાનમાં ગત તા. ૨૧/૦૩/૨૦૨૬ થી ૨૨/૦૩/૨૦૨૬ દરમિયાન સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ હતી. આ અંગે નિઝર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ મામલે તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો ચોરીના ઘરેણા વેચવાની પેરવીમાં સાયલાથી રૂમકીતળાવ તરફ જઈ રહ્યા છે.
પોલીસે વોચ ગોઠવી (૧) રાજુભાઈ છોટીયાભાઈ પાડવી (ઉ.વ.૫૬), રહે.ખનોરા, તા.નિઝર (૨) વસંત સદુ પવાર (ઉ.વ.૫૩), રહે. સુંદરદે, જિ. નંદુરબાર (મહારાષ્ટ્ર) અને (૩) દત્તુ રામદાસ પવાર (ઉ.વ.૪૭), રહે. સાક્રી, જિ. ધુલિયા (મહારાષ્ટ્ર)નાઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બે મંગળસૂત્ર,સોનાની લોકેટ સાથેની ચેન,ચાંદીના વાલા, સાંકળા અને સારન્યા મળી કુલ કિંમત રૂ.૧,૬૪,૭૦૦/-નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.




Users Today : 5
Users Last 30 days : 412
Total Users : 13739