તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત દિવસોમાં પડે ભારે વરસાદના પગલે અંતાપુર ગામમાં નદીના પાણી ભરાઇ જતાં ગામમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું. પુરથી અસરગ્રસ્ત લોકોનુ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બુધવાર નારોજ ૨૩-બારડોલી સંસદીય વિસ્તારના સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે ગામની મુલાકાત લઈ નુકશાની અંગે સમીક્ષા કરી હતી.લોકોને તાત્કાલિક આપવા અને નુકસાન પામેલા ઘર,ખેતી વિગેરેનો સર્વે કરી તાત્કાલિક સહાય અને વળતર ચુકવણાં અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. આ મુલાકાત દરમિયાન વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી અને સંગઠનના હોદ્દેદારો ,ડોલવણના તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મામલતદારશ્રી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 8
Users Last 30 days : 910
Total Users : 11414