સોનગઢના રાણીઆંબા ગામે કુમકુવા રોડ પર એક વેપારીને છરો બતાવી ૬ અજાણ્યા ઇસમોએ લુંટી લીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે, મૂળ તમિલનાડુના અને હાલ નંદનવન સોસાયટીમાં રહેતા આઝહાગુ વિલીયાર અંબલમ ગામડાઓમાં વાસણ,કુકર,ખુરશી જેવી છૂટક વસ્તુઓ વેચવાનો ધંધો કરે છે.તે વસ્તુઓ હપ્તાથી પણ વેચે છે.ગત તા.૨૮-૨-૨૦૨૫ ના રોજ આ આઝહાગુ અંબલમ પોતાની પ્લેટીના મોટર સાયકલ પર રાણીઆંબા અને કુમકુવા ગામે હપ્તાથી વેચેલ વસ્તુના પૈસા લેવા માટે ગયો હતો.ત્યારે રાણીઆંબા ગામની સીમમાં કુમકુવા રોડ પર ૬૬ કેવી સબસ્ટેશન પાસે આ વેપારીની મોટર સાયકલને સાંજે આંતરવામાં આવી હતી. પહેલા એક ટુવ્હીલર પર સવાર બે ઇસમો વેપારીના વાહનને ઓવરટેક કરી આગળ ઊભા રહી ગયા હતા. ત્યાર બાદ ત્યાં એક મોપેડ અને એક બાઈક આવીને ઊભી રહી ગઈ હતી.
આ ત્રણ વાહનો પર ૬ ઈસમો હતા. એક ઈસમે વેપારીને છરો બતાવી જે કંઈ હોય તે આપી દે નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેણે વેપારીના ગજવામાંથી રોકડા રૂા.૯,૫૦૦ લૂંટી લીધા હતા. ત્રણ લૂંટારા એકબીજાને રાહુલ, દિલીપ અને દીપક કહીને બોલાવતા હતા. આ ૬ લૂંટારૂઓએ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની વેપારીને ધમકી આપી રાણીઆંબા ગામ તરફ જતા રહ્યાં હતા. બનાવ અંગે વેપારીએ ગત તા.૫-૩-૨૦૨૪ના રોજ પોલીસ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ૬ લુંટારૂઓ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245