નિઝરમાંથી ગેરકાદેસર દેશી હાથ બનાવટના એક તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસોને તારીખ ૧૨/૦૧/૨૦૨૫ નાંરોજ ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, અનીલ શાંતારામભાઈ કુંભાર (ઉ.વ.૨૮., રહે.નવી ભીલભવાલી ગામ, મંદિર ફળિયું, નિઝર)નાને એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત રૂપિયા ૩,૦૦૦/- હતી જેને વગર પરવાનગી ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખતા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે નિઝર પોલીસે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News




Users Today : 4
Users Last 30 days : 908
Total Users : 11404