Explore

Search

February 25, 2026 4:22 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News : વ્યારા બાયપાસ પરથી ૨૧.૨૪ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

તાપી જિલ્લા LCB એ એક મોટી સફળતા મેળવતા વ્યારા-ટીચકપુરા બાયપાસ હાઈવે પરથી કાંદાની ગુણોની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કુલ રૂપિયા ૨૧,૨૪,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

વિગતો અનુસાર તાપી LCB ના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવાપુર (મહારાષ્ટ્ર) તરફથી એક સફેદ રંગનો ટાટા ટેમ્પો નંબર એમએચ/૧૮/બીજી/૩૦૬૩ કાંદાની ગુણોની આડમાં દારૂ ભરીને વ્યારા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ પર નાકાબંધી કરી હતી. સોનગઢ તરફથી આવતા શંકાસ્પદ ટેમ્પોને રોકીને તપાસ કરતા ઉપરના ભાગે કાંદાની ૧૭૦ ગુણો જોવા મળી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા ખાખી પૂંઠાના બોક્સમાં છુપાવેલો બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી દરમિયાન ટેમ્પોમાંથી વિદેશી દારૂ (બીયર ટીન) કુલ ૨૧૨ બોક્સ (૫૦૮૮ ટીન), જેની કિંમત આશરે રૂપિયા ૧૧,૧૯,૩૬૦/- તથા ટાટા ટેમ્પો જેની કિંમત આશરે રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તેમજ મોબાઈલ ફોન નંગ-૧ નંગ, કિંમત રૂપિયા ૫,૦૦૦/- તેમજ ૧૭૦ નંગ કાંદાની ગુણો સહિત કુલ રૂપિયા ૨૧,૨૪,૩૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક મચ્છીદ્ર બાલુભાઇ ચવ્હાણ (રહે.હડસુની, જી. ધુલે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,આ દારૂનો જથ્થો જયેશભાઇ (રહે.ધુલીયા) નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને તે વડોદરા પહોંચાડવાનો હતો. પોલીસે જયેશભાઇને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 9 1
Users Today : 0
Users Last 30 days : 1236
Total Users : 13291