Explore

Search

March 4, 2026 4:44 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News Tapi : સોનગઢના ‘VSG ગેસ્ટ હાઉસ’માં કાયદાના લીરેલીરા: ગુનેગારોને આશરો આપ્યો પણ ‘પથિક’ સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરી

તાપી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી અસામાજિક તત્વોને છાવરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સોનગઢમાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે આવેલ ‘VSG ગેસ્ટ હાઉસ’ ના સંચાલકે મુસાફરોની વિગતો ઓનલાઇન ‘PATHIK’ સોફ્ટવેરમાં ન નોંધતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાપી એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓએ સોનગઢમાં આશિર્વાદ હોટલની બાજુમાં આવેલ VSG ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે ગેસ્ટ હાઉસના મેનેજર સુરજકુમાર મગારામ પરીહારે આવતા-જતા મુસાફરોની ડેટા એન્ટ્રી કરી નહોતી.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે,ગત ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ આ ગેસ્ટ હાઉસમાં ભુપતભાઈ ગગજીભાઈ સાટીયા અને મિલનભાઇ હિમંતભાઇ સરવૈયા નામના બે શખ્સો રોકાયા હતા.

આ બંને શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. તેમ છતાં, VSG ગેસ્ટ હાઉસના સંચાલકે તેમની ઓળખના પુરાવા લીધા નહોતા કે ‘પથિક’ પોર્ટલ પર તેમની જાણકારી આપી નહોતી. તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ માલિકોએ આવતા-જતા મુસાફરોની વિગતો ઓનલાઇન પોર્ટલ પર નોંધવી ફરજિયાત છે, જેથી રાષ્ટ્રવિરોધી કે અસામાજિક તત્વો પર અંકુશ લગાવી શકાય. આ નિયમનો ભંગ કરવા બદલ મેનેજર સુરજકુમાર પરીહાર (રહે. રાજસ્થાન, હાલ સોનગઢ) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 3 5 1
Users Today : 0
Users Last 30 days : 1006
Total Users : 13351