Explore

Search

March 4, 2026 4:40 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News Tapi : સોનારપાડા નેશનલ હાઇવે પરથી ક્રૂરતાપૂર્વક પશુ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો

સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા એક આઈસર ટેમ્પોને ઝડપી પાડ્યો છે.આ કામગીરી દરમિયાન પોલીસે કુલ રૂ.૧૧,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ૧૬ જેટલી અબોલ ભેંસોને કતલખાને જતી બચાવી ગૌશાળામાં સુરક્ષિત ખસેડી છે.

સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે બારડોલી તરફથી એક આઈસર ટેમ્પો નંબર જીજે/૨૩/એડબલ્યુ/૭૨૫૪માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે, જેનું પાયલોટીંગ એક કાળા કલરની ક્રેટા ગાડી કરી રહી છે.  આ બાતમીના આધારે પોલીસે સોનારપાડા ગામની સીમમાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે નં.૫૩ પર વોચ ગોઠવી હતી. સોમવારે વહેલી સવારે પોલીસને જોઈ પાયલોટીંગ કરી રહેલી ક્રેટા ગાડીના ચાલકો નાસી છૂટ્યા હતા, પરંતુ પોલીસે આઈસર ટેમ્પોને આંતરી લીધો હતો. ટેમ્પોની તપાસ કરતા તેમાં ૧૬ જેટલી બાખડી ભેંસોને ઘાસચારા કે પાણીની સુવિધા વગર, ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી (૧) આશિફભાઈ ઉમરભાઈ સુમરા (ડ્રાઈવર) રહે.સિધ્ધપુર, જી.પાટણ (૨) પીરૂશા ઉર્ફે સઈદ જમાઈ બચુશા દિવાન રહે.વલણ,તા.કરજણ એમ બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પશુઓ ઈકરામભાઈ મુસાભાઈ ડમકીવાલા અને સમીર મુસાભાઈ પટેલ (રહે.વડોદરા) એ ભરી આપ્યા હતા અને તેને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે ‘ફેઇર એક્સ્પોર્ટ’ કંપનીમાં કતલ માટે મોકલવાના હતા. આ ગુનામાં પાયલોટીંગ કરનાર અને મદદગારી કરનાર અન્ય ૫ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 3 5 1
Users Today : 0
Users Last 30 days : 1006
Total Users : 13351