Explore

Search

February 25, 2026 4:23 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Local News : કુકરમુંડા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો : મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરંબા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી પ્રસંશનીય કામગીરી કરી છે. પોલીસે ચોરીમાં ગયેલ પ્રિન્ટર અને ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ૩૩,૫૪૦/- નો મુદ્દામાલ રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત રેન્જ આઈ.જી. શ્રી પ્રેમવીર સિંહ અને તાપી પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા મળેલી સૂચના મુજબ કુકરમુંડા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઈ સોમાભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે સાવનભાઈ નેથુભાઈ વળવી (ઉ.વ.૨૮) રહે. મોરંબા ગામની અટકાયત કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે મોરંબા ગામે રહેતા સુનિલભાઈ રવિદાસભાઇ વસાવા (ઉ.વ.૩૩) ના બંધ મકાનની બારીની ઇંટો હટાવી કોઈ અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે ઘરમાંથી એક એપ્સન પ્રિન્ટર (કિંમત રૂ. ૨૨,૫૦૦/-) ,ચાંદીના સાંકળાની જોડ (૧૦૦ ગ્રામ), ચાંદીનું કડું અને બે નંગ વીંટી ચોરી કરી હતી.

આ બનાવ અંગે કુકરમુંડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી સાવનભાઈ વળવીએ ચોરીની કબૂલાત કરી હતી અને ચોરેલો મુદ્દામાલ પોતાના ખેતરમાં છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈ, હેડ કોન્સ્ટેબલ રવીભાઇ, કોન્સ્ટેબલ જનકભાઈ, આકાશભાઈ, રસિકભાઈ અને આશિષભાઇ જોડાયા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 9 1
Users Today : 0
Users Last 30 days : 1236
Total Users : 13291