ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યનાં મુખ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા સુચના આપવામાં આવી હતી.
જેના પગલે ડાંગ જિલ્લાનાં પોલીસની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક નાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં સક્રિયપણે દારૂ- ચોરી તથા ઘરફોડ ચોરી તેમજ પાસા તડીપાર થયેલા, અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ ૯ જેટલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા જિલ્લાનાં અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248