તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી મેઘમહેર યથાવત્ રહી હતી.પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, તો ક્યાંક વીજળી પડવાના બનાવ પણ બનવા પામ્યા હતા.
આવી જ એક ઘટના તા.૨૭મી નારોજ સાંજે ૪ કલાકની આસપાસ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં આવેલ રહેણાંક વિસ્તાર રુસ્તમજી પાર્કમાં વૃક્ષ પર વીજળી પડી હતી. જેથી આ વૃક્ષ આખું ચિરાઈ ગયું હતું.જેના લીધે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વૃક્ષ પર વિજળી પાડવાની ઘટનામાં સદનસીબે જાનહાનિ કોઈ પહોંચી નથી.




Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248