ચીખલવાવ ગામનાં નિશાળ ફળિયામાંથી પસાર થતા વ્યારા માંડવી રોડ પરના ચીખલવાવ પ્રાથમિક શાળા પાસે મોપેડ બાઈક સ્લીપ થતાં ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજયું હતું. બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ચીખલવાવ ગામનાં દાદરી ફળિયામાં રહેતો હિરેનકુમાર દિલીપભાઈ ગામીત તારીખ 24/03/2025 નારોજ ગામનાં જ નિશાળ ફળિયામાંથી પસાર થતા વ્યારા માંડવી રોડ પરના ચીખલવાવ પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં હતા. તે સમયે પોતાના કબ્જાની હોન્ડા કંપની ડીઓ મોપેડ નંબર GJ/26/AF/9913ને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ બાઈક સાથે સ્લીપ થઈ ગયા હતા. જેથી બાઈક સ્લીપ થતા હિરેનને જમણા પગના ભાગે ગંભીર ઈજા તેમજ માથાનાં ભાગે અને શરીરે નાની મોટી ઈજાનો પહોંચતા પ્રાથમિક સારવાર માટે પહેલા વ્યારા જનરલ હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જતાં ત્યાર સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે લીલાબેન દિલીપભાઈ ગામીતનાએ તારીખ 27/03/2025 નારોજ અકસ્માત કાકરાપાર પોલીસ મથકે જાણ કરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245