તાપી જિલ્લાનાં નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને નિઝરનાં વેલ્દા પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન મળેલ સંયુકત બાતમીનાં આધારે નિઝરનાં વેલ્દા પાણીની ટાંકી પાસેથી નિઝર પોલીસ મથકનો ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભગતસિંહ ઉર્ફે બોન્ડીયો નોબલ્યાભાઈ વસાવે (ઉ.વ.૨૯., રહે.મૈવડી(વેલી), તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ની અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હતો.
Latest News




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243