વ્યારાના ડોલારા ગામના ત્રણ રસ્તા પાસેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબીને સફળતા મળી છે.મળતી વિગતો પ્રમાણે તાપી જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વ્યારા તાલુકાના ડોલારા ગામ ત્રણ રસ્તા પાસેથી આરોપી અનિલભાઇ ગમનભાઇ ગામીત (ઉ.વ.૪૧ રહે.વચલુ ફળીયુ, હનુમતિયા ગામ તા.સોનગઢ જી.તાપી)ને તા.૦૮/૧૨/૨૦૨૫ ના કલાક-૧૬/૩૦ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસના હવાલે કર્યો હતો.
આપને અહી જણાવી દઈએ કે,પોલીસના હાથે ઝડપાયેલ આરોપી વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૫૧૨૮૩/૨૦૨૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૩૪, ૧૨૦(બી) તથા જી.પી.આઇ.ડી. એક્ટ ૨૦૦૩ ની કલમ-૩ મુજબના ગુન્હામાં સંડોવાયેલો અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર ડિપોઝીટ અને છેતરપિંડી જેવા ગંભીર આરોપો લાગેલા હતા.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241