તાપી જિલ્લામાં ગત તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલની હાજરીમાં જિલ્લા અને સત્ર ન્યાયાલય, તાપી ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનુ વર્ચ્યુઅલ મોડ પર શુભારંભ કરવામાં કરવામાં આવ્યો હતો.
આ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર લાવવાનો મુખ્ય હેતુ પોલીસ અધિકારીઓ, સરકારી તબીબી અધિકારીઓ રાજયની વિવિધ કોર્ટ કેસમાં સાક્ષી તરીકે રહેલા હોય અને કોર્ટમાં હાજર રહી કોર્ટમાં જુબાની આપવા જવામાં જે તકલીફ પડે છે તેનાથી રાહત મળશે. આ વિટનેસ બોકસના ઉપયોગથી સાક્ષીઓને લાંબા ગાળા ના અંતર કાપવામાં રાહત મળશે તેમજ કોર્ટનો કિંમતી સમય બચશે અને ન્યાય ની પ્રક્રિયા ઝડપી બનશે, આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી.આર.દેસાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.આ વર્ચ્યુઅલ ઉદઘાટનમાં તાપી જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ શ્રી ટી.આર.દેસાઈ સાહેબ, અધિક સત્ર ન્યાયાધીશ શ્રી એ.બી.ભોજક, ચીફ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.કે.સોલંકી, ડી.એલ.એસ.એ.ના ફુલ ટાઈમ સેકરેટરી શ્રી વાય.બી.ગામીત, ડી.જી.પી., એ.જી.પી., ડી.વાય.એસ.પી. તાપી, પોલીસ ઇન્સપેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન, મેડીકલ ઓફીસરશ્રી, વકીલશ્રીઓ અને એલ.એ.ડી.સી. ના તમામ વડીલશ્રીઓ તથા કોર્ટના તમામ સ્ટાફનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિટનેસ બોકસના ઉપયોગથી સાક્ષીઓને લાંબા ગાળા ના અંતર કાપવામાં રાહત મળશે તેમજ કોર્ટનો કિંમતી સમય બચશે અને ન્યાય ની પ્રક્રિયા ઝડપી બનશે




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241