સોનગઢનાં વાગદા ગામે આવેલ જી.એસ.ઈ.સી.એલ.નાં થર્મલ પાવર સ્ટેશનમાં સ્ટોરનાં ગોડાઉનમાંથી ભંગાર ચોરી કરી રહેલ કિશોર સહિત બે ઝડપાયા હતા.
મળતી માહિતી મુજબ, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનનાં સ્ટોર રૂમનાં ગોડાઉનમાંથી અવાર-નવાર ભંગારના સામાનની ચોરી થતી હોવાથી સી.આઈ.એસ.એફ.નાં જવાનો સિવિલ ડ્રેસમાં રાત્રિ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રાત્રિના ૧ વાગ્યે બે અજાણ્યા ઈસમો શંકાસ્પદ હાલતમાં કરતા હોવાનું જણાયું હતું. જેથી ઇન્ચાર્જ સત્યપાલ યાદવને ફોન કરી જાણ કરી ત્યારે બંને સ્થળ પરથી ભાગવાના પ્રયાસ કરતા હતા જેમને જવાનોએ પકડી લીધા હતા. બે પૈકી એક સગીર વયનો હતો. આમ, પોલીસે રાજુભાઈ નરસિંહભાઈ ગામીત (ઉ.વ.૩૪, રહે.વાડી ભેંસરોટ, તા.સોનગઢ)ની અટક કરી હતી. તેઓ જુના ગોડાઉનમાંથી ભંગાર ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બંનેને પોલીસને હવાલે કરી તેમની વિરુદ્ધ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કાર્યપાલક ઈજનેર (સ્ટોર) પલ્લવકુમાર મગનભાઈ સોલંકીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245