Explore

Search

February 19, 2026 5:03 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News Tapi : નિઝર પાસે ડાયવર્ઝન પર બાઈક સ્લિપ થતા યુવકનું કરુણ મોત

નિઝર-વ્યાવલ સ્ટેટ હાઇવે પર હરદુલી ગામની સીમમાં રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર ચાલી રહેલા કામકાજને કારણે અપાયેલા ડાયવર્ઝન પર મોટર સાયકલ સ્લિપ થઈ જતાં સજ્જીપુર ગામના ૩૪ વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબસજ્જીપુર ગામનો રહેવાસી વિનોદભાઇ દંગલભાઇ પાડવી (ઉ.વ. ૩૪) રવિવારે સાંજે આશરે ૭:૦૦ વાગ્યાના સુમારે પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ (નંબર જીજે/26/એજે/૪૭૧૦ ) પર વાંકા ગામથી નિઝર તરફ જઈ રહ્યો હતો. હરદુલી ગામની સીમમાં જ્યાં પુલનું નવું બાંધકામ ચાલતું હતુંત્યાં ડાયવર્ઝન પાસે મુકાયેલા બેરીકેટ અને માટીના ઢગલા પરથી બાઈક પસાર થતા વિનોદભાઇએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે વિનોદભાઇ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે અને નાક-કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. રાહદારીઓએ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી તેમને નિઝર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતાજ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે મૃતકના કાકા મંગલભાઇ પાડવીએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 2 3 0
Users Today : 1
Users Last 30 days : 1226
Total Users : 13230