અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ 31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે.ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનશે, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂપિયા 5થી 30 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી એટલે કે 31મી માર્ચના મધરાત બાદ રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવ્યો છે.
તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-53 ઉપર સોનગઢનાં માંડળ ગામના ટોલપ્લાઝા પર ટેક્સ વધારાયો છે.સૂત્રોના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-53 ઉપર પણ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હવે કાર-જીપ ચાલકે રૂપિયા 175ના બદલે 180 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 260ના બદલે રૂપિયા 270, એલસીવીના રૂપિયા 270ના બદલે 280, રિટર્નમાં રૂપિયા 405 ના બદલે રૂપિયા 420 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 550ના બદલે રૂપિયા 570 અને રિટર્નમાં 825 ના બદલ 855 રૂપિયા પડશે. જે 31 માર્ચે રાતે 12 વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે 2- વ્હીલર, 3-વ્હીલર, ખેતી માટેના ટ્રેકટર, બળદ અને ઘોડા ગાડી જેવા વાહનોને ટોલ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે,જયારે ટોલ પ્લાઝાથી 20 કી.મી.નાં આંતરે રેહતા હોય તેવા અને બિન વ્યવસાયિક હેતુ માટે નોંધાયેલા સ્થાનિક વ્યક્તિગત માટે રૂપિયા 350/- ફાસ્ટટેગનાં રૂપમાં સ્થાનિક માસિક પાસ મેળવી શકે છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243