ડોલવણના આંબાપાણી ખાતે આવેલ વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે રસોઇયા કામ માટે રસોડામાં બોલાવી બે રસોઈયા અભદ્ર વ્યવહાર કરતા હતા. તારીખ ૧૦ ના રોજ એક જાગૃત વાલીએ પોતાની દિકરી તથા અન્ય વિદ્યાર્થિનીઓ સાથે દુરવ્યવહાર અંગે પોલીસ ફરિયાદ કરી હતી.
રસોઈયા ધીરૂભાઈ અને રમેશ દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં તેમજ જાતિય સતામણીનો મામલો હોવા છતાં પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવતા આખરે રવિવારે એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવવો પડ્યો છે. ડોલવણ તાલુકાના આમણીયા ગામની રહીશ અને આંબાપાણી આશ્રમશાળામાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ રવિવારે પોતાના ઘરમાં આડી પાટડી સાથે નાઈલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તા.૧૦ ના રોજ ગુનો નોંધાયો છતાં ગંભીર ઘટનામાં પોલીસની ધીમી કામગીરીએ આરોપીઓને છુટો દોર મળતા અમે દીકરી ગુમાવી છે.
