નિઝરના સરવાળા ગામે રાધે શ્યામ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પેઢી આવી છે જેમાં ખેડૂતો પાસે કપાસની ખરીદી કરી પ્રોસેસિંગ કરી ખરીદ વેચાણ કરવામાં આવે છે વર્ષ 2023 દરમિયાન પંજાબના લુધિયાણા ખાતે રહેતા સ્પિનિંગ મિલના માલિક રાજેશભાઈ પન્નાલાલભાઈ ગુપ્તાએ સરવાળા ખાતે પેઢીની મુલાકાત લઈ બે વાર કપાસની ઘાસડીની ખરીદી કરી સમય પર નાણાંની ચુકવણી કરી હતી,
ત્યારબાદ તારીખ 22 નવેમ્બર 2023 ના રોજ ફરી ઓર્ડર આપતા પેઢીના મેનેજર જીતેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભુવા (રહે,સરવાળા ગામ તાલુકો,નિઝર મૂળ રહે,એમજી રોડ,ન્યુ નિકોલ-અમદાવાદ) નાએ અમદાવાદ ખાતેની વિજય ટ્રાન્સપોર્ટ કંપનીની ગાડીમાં રૂપિયા 41,39,981/- ની કપાસની 24,556 કિલોની ગાંસડી ભરાવી માલ મોકલી વોટ્સએપ દ્વારા રાજેશકુમાર ગુપ્તાને બિલ મોકલી આપ્યું હતું જેના થોડા દિવસ બાદ રૂ.10 લાખ જમા કરાવ્યા હતા બાકી નીકળતાં નાણાં માટે વિલંબ કરતા મેનેજર જીતેન્દ્ર ભુવા રૂબરૂ બિહારના પટણા ખાતે આવેલી રાજેશ ગુપ્તાની પેઢીમાં ગયા હતા જ્યાં એક હોટલમાં બોલાવી બાકી નાણાંના ત્રણ ચેક લખી આપ્યા હતા અને બેંકનું એકાઉન્ટ ચાલુ છે કે કેમ ? તેની ખરાઈ કરાવવા રૂપિયા 10 હજાર ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ પેમેન્ટ અટકેલું છે કે કહી વારંવાર ના વાયદા કર્યા બાદ ફોન બંધ કરી દીધો હતો જેથી તેની સાથે સંપર્ક ન થતા સરવાળા પેઢીના મેનેજર જીતેન્દ્રભાઈભુવાએ નિજર પોલીસમાં રાજેશકુમાર ગુપ્તા વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી કરવાની ગુના ની ફરિયાદ આપી છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241