Explore

Search

April 4, 2026 5:45 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest News tapi : ચૂંટણી દરમિયાન પરવાનગી વગર જાહેર કે ખાનગી મિલકતોનો ઉપયોગ કરી શકાશે નહિં

તાપી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર. આર. બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ ચૂંટણી સમયે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો કે સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર, પોસ્ટર, નોટીસ લગાવવા, સૂત્રો લખવા, જાહેર-ખાનગી મકાન, જમીન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય તેવા દિશાસૂચક સાઇનબોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસિંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો પરવાનગી સિવાય માલ મિલ્કતોનો ઉપયોગ કરી શકાશે નહીં.આ જાહેરનામાની અમલવારી તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૪-૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 7 8 0
Users Today : 19
Users Last 30 days : 425
Total Users : 13780