વ્યારાના ઘેરીયાવાવ ગામમાંથી જુગાર રમતા ૯ જુગારીયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી ૧૩,૪૯૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામે દાદરી ફળીયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ આગણવાડીની દિવાલની બાજુમાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી તાપી એલસીબીના માણસોને મળી હતી. બાતમીના આધારે ઘેરીયાવાવ ગામે દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડામાં ૯ જુગરીયાને ઝડપી પાડી તેઓની પાસેથી જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૧૮૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૧૧,૬૯૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૩,૪૯૦/- ના મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.
જુગાર રમતા પકડાયેલા જુગારીયાઓ નામ : (૧) સાઉલ ઉર્ફે સાવન બિલાભાઇ ગામીત, રહે.કસવાવ તા.વ્યારા (૨) સુરેશભાઇ ચેમાભાઇ ગામીત (૩) બાબુભાઇ સીમરાભાઇ ગામીત (૪) પ્રદીપભાઇ રાકેશભાઇ ગામીત (૫) શંકરભાઇ રામજીભાઇ ગામીત (૬) પિયુષભાઇ સરમુખભાઇ ગામીત (૭) વિજયભાઇ ભીખુભાઇ ગામીત (૮) સુમનભાઇ બાબાભાઇ ગામીત (૯) દિલીપભાઇ રણછોડભાઇ ગામીત (તમામ રહે.ઘેરીયાવાવ ગામ તા.વ્યારા)




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243