ડોલવણ તાલુકામાં આવેલ એક માઘ્યમિક શાળામાં રસોઇયાએ સગીરવયની વિદ્યાર્થીનીઓને રસોડામાં કામ માટે બોલાવી શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે પોલીસે રસોઈયા વિરુદ્ધ પોકસો એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ડાંગ નજીકનાં જંગલ વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળામાં આસપાસ સહિત ડાંગના ગ્રામીણ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જયારે જૂન માસ દરમિયાન શાળામાં ફરજ બજાવતો રસોઈયો ધીરુભાઈ રમેશભાઈ સગીર વયની વિદ્યાર્થીનીઓને કામ કરવાના બહાને રસોડામાં બોલાવી જતો અને પેટ પર તથા છાતીના ભાગ સહિત શરીરના અન્ય ભાગો પર હાથ ફરાવી શારીરિક અડપલાં કરતો હતો. જોકે ગભરાયેલ આ વિદ્યાર્થીઓ આ હરકત કોઈને કહેતી ન હતી. પરંતુ રસોઈયાની વારંવાર આવું કરતો હોવાથી વિધાર્થિનીઓએ છેડતી અંગે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી આપતા પોલીસે રસોઈયા વિરુદ્ધ પોકસો એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
